સલાહકાર, સમાધાન અને લવાદ સેવા (એકાસ)
| કાર્યસ્થળના અધિકારો, નિયમો અને શ્રેષ્ઠ વ્યવહાર પર મફત, નિષ્પક્ષ સલાહ. પગાર, કામનો સમય, આરામના વિરામ અને રજાઓ વગેરે પર સલાહ |
ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ (ટી.યુ.સી.) |
ગ્રેટ બ્રિટનમાં કામદારોનું પ્રતિનિધિત્વ કરે છે. કાર્ય પર આરોગ્ય અને સલામતીના અધિકારો પરની માહિતી, વિવિધ ભાષાઓમાં અનુવાદિત |
નાગરિકોની સલાહ |
ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લૅન્ડમાં રહેવા અને કામ કરવા માટે મદદ અને સ્થાનિક સલાહ. સ્થાનિક સિટિઝન્સ એડવાઈસ સેન્ટર અનુવાદ, ભરતી વગેરેમાં મદદ માટે નોકરીદાતાઓને સ્થળાંતરિત સમુદાય જૂથોના સંપર્કમાં રાખી શકે છે |
સમાનતા અને માનવ અધિકાર પંચ |
નોકરીદાતાઓ અને કામદારોને ઉચિત વ્યવહાર કરવા અને કાર્યસ્થળમાં ભેદભાવ અટકાવવા માટેની સલાહ |
ગેંગમાસ્ટર્સ એન્ડ લેબર એબ્યુઝ ઓથોરિટી (જીએલએએ) |
ઇંગ્લેંડ અને વેલ્સમાં શ્રમિકોના શોષણની તપાસ કરે છે, અને કૃષિ, બાગાયત, શેલફિશ એકઠી કરવા, અને તેમના પ્રોસેસિંગ અને પેકેજિંગ ઉદ્યોગો માટે કામદારો પૂરા પાડતા વ્યવસાયોનું નિયમન કરે છે. જો તમે લાઇસન્સ વિના કાર્યરત કામદારો અથવા મજૂર પ્રદાતાના કલ્યાણ વિશે ચિંતિત હોવ તો સંપર્ક કરો |
યુકે નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર ફોર ગ્લોબલ Gવોલિફિકેશન્સ એન્ડ સ્કિલ્સ (યુકે ઇએનઆઇસી) |
રાષ્ટ્રીય સ્તરની વિદેશી વ્યાવસાયિક, શૈક્ષણિક અથવા વ્યાવસાયિક લાયકાતોની યુકે સમકક્ષતા ચકાસવા માટે નોકરીદાતાઓને સહાય અને સલાહ |
બાંધકામ ઉદ્યોગ તાલીમ બોર્ડ (સીઆઈટીબી) |
કન્સ્ટ્રક્શન સ્કિલ્સ સર્ટિફિકેશન સ્કીમ (સીએસસીએસ) જેવી સલામતી તાલીમ યોજનાઓ ચલાવે છે |
નેશનલ ફાર્મર્સ યુનિયન (એનએફયુ) |
તેમની સભ્ય સેવામાં રોજગાર અને સલામતીના મુદ્દાઓ પર સલાહકારોની નિષ્ણાત ટીમની સલાહ શામેલ છે |
ધ ઈન્ટરનેશનલ લેંગ્વેજ એસોસિએશન (ICC) |
ભાષાકીય સેવાઓ અને સાંસ્કૃતિક જાગૃતિની તાલીમ અંગેની માહિતી |